Skip to main content
Settings Settings for Dark

જામનગરમાં દેશીદારૂના અડ્ડા પર દરોડા, 33 લાખનો મુદ્દામાલ જપ્ત 

Live TV

X
  • જામનગર શહેર તેમજ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દેશી દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ ચાલતું હોવાની ફરિયાદના પગલે, રેન્જ આઈ.જીની સુચનાથી જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ દ્વારા DYSP હેઠળ જુદી જુદી 9 જેટલી ટીમો બનાવી શહેરના કેટલાક વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. 

    આ દરોડા દરમ્યાન પોલીસને અંદાજે, એક હજાર લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેને જપ્ત કરી સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. તો આ તરફ બોટાદ LCB ટીમે પણ બાતમીના આધારે વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. બુટલેગરો દ્વારા દારૂનો જથ્થો નાના વાહનોમાં ભરી અલગ અલગ જગ્યાએ પહોચાડવાનો કારસો ચાલી રહ્યો હતો. LCB એ દારૂનો મોટો જ્થ્થો સહિત આઈશર ગાડી, અન્ય વાહનો અને મોબાઇલ સહિત કુલ 33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply