ભારત રત્ન ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે કાવ્યાંજલિનું આયોજન
Live TV
-
દિલ્હી અને અમદાવાદમાં યોજાયા શ્રદ્ધાસુમનના કાર્યક્રમો
દિલ્હીના ડૉ.આંબેડકર ઇન્સટિટ્યુટમાં ભારતીય જનતા પાર્ટીએ અટલજીની સ્મૃતિમાં એક ભવ્ય કાવ્યાજંલીનું આયોજન કર્યુ હતું. કાવ્યાજંલીનો શુભારંભ ગૃહમંત્રી રાજનાથ સિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રકાશ જાવડેકર, સ્મૃતિ ઇરાની, મીનાક્ષી લેખી, મનોજ તિવારી સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પણ અટલજીની યાદમાં કવિતાનું પઠન કર્યું હતું. અટલજીની સ્મૃતિમાં ભાજપાએ સમગ્ર દેશમાં કાવ્યાંજલીના કાર્યક્રમનું આયોજન કરવાનો નિર્ણય કર્યો હતો. જેને ધ્યાનમાં લઇને દુનિયાભરના હજારો સ્થળેએ કાવ્યાંજલિનું આયોજન કરવામાં આવ્યુ હતું
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે, અમદાવાદ ખાતે, શ્રદ્ધાસુમન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર ભાજપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજર રહ્યાં હતા અને તેમણે કાવ્ય પઠન કરી, વાજપેયીજીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. મુખ્યમંત્રીએ પોતાના પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યું કે વાજપેયીજી આપણી સાથે નથી પરંતુ તેઓ તેમના વિચારો થકી આપણને સદાય દેશસેવા માટે પ્રેરિત કરતા રહેશે.મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સ્વર્ગીય અટલ બિહારી વાજપાઈજીની પ્રથમ માસિક પુણ્ય તીથિ નિમિત્તે, નુતન મેડીકલ એન્ડ રીસર્ચ સેન્ટર ખાતે, મેગા મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. 60 જેટલા ડોકટરો દ્વારા દર્દીઓની સારવાર અને નિદાન કરવામાં આવ્યું, જેમાં 1600થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ મેડીકલ કેમ્પમાં મહેસાણાના સાંસદ જયશ્રીબેન પટેલ, વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ ઉપરાંત અન્ય મહાનુભાવો સાથે મહેસાણા જિલ્લા મેડીકલ એસોસીએશનનાં તબીબો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા
