કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મર્જર ડેની ઊજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું
Live TV
-
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મર્જર ડેની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણ, દીવ, દાદરાનગર હવેલીના મર્જર ડેને હાલમાં જ એક વર્ષ પૂર્ણ થયું છે. આથી દીવની સ્કૂલોમાં અઠવાડિયાથી રંગોળી, વક્તૃત્વ, ફેન્સી ડ્રેસ, પતંગ જેવી વિભિન્ન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ 23 અને 24 જાન્યુઆરીએ જિલ્લા પંચાયત, નગરપાલિકા, અધિકારીઓ અને દીવ પોલીસના કર્મચારીઓ વચ્ચે ટી ટ્વેન્ટી મેચ યોજવામાં આવી હતી. જેમાં દીવ નગરપાલિકા ટીમે જીત મેળવી હતી. જ્યારે દીવ ડિસ્ટ્રીક્ટ પંચાયત રનરઅપ રહી હતી.
