ડાંગઃ ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોને જીવામૃત બનાવી શકે તેવી કિટનું વિતરણ
Live TV
-
ડાંગ જિલ્લામાં ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કેસમાં પંચાયત ૭૫ ટકા સહાય આપવાની યોજના અંતર્ગત ડાંગ જિલ્લામાં 943 અરજી પૈકી 410 ખેડૂતોને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કિટના ઉપયોગથી ખેડૂતોને દેશી ગાયના મૂત્રનો મહત્તમ ઉપયોગ કરીને જીવામૃત બનાવી શકે એ રાજ્ય સરકારનો ઉદ્દેશ છે. આ સાથે જ ડાંગ જિલ્લામાં 1822 ખેડૂતોને ગાય નિભાવ ખર્ચમાં માસિક 900 રુપિયા મુજબ સહાય પણ ચૂકવવામાં આવી હતી.
