રાજેન્દ્ર ત્રિવેદી તેમજ ભાગ્યેશ ઝાનાં હસ્તે વ્યોમેશ ઝાલાના પુસ્તક જીવન સંધ્યાનું વિમોચન
Live TV
-
જીવનની ઢળતી ઉમરે સાહિત્યનું ખેડાણ કરનાર વ્યોમેશ ઝાલા લિખીત પુસ્તક જીવન સંધ્યાનું વિમોચન વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને જાણીતા કવિ હૃદય તેમજ નિવૃત સનદી અધિકારી ભાગ્યેશ ઝાનાં હસ્તે વડોદરા સ્થિત પોલો કલબમાં કરવામાં આવ્યું હતું. બેંકની નોકરીમાંથી નિવૃતી બાદ ત્રણ વર્ષ પહેલા તેમણે મોગરાની મહેક લખ્યું હતું. વિમોચન બાદ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું. કોરોનાના સમયમાં સમયનો સદઉપયોગ સૌથી સારો સાહિત્યકારોએ કર્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત રાઘવજી માધડ, ડો.કનૈયાલાલ ભટ્ટ, દિપક છાયા, નિરૂપમ નાણાવટી સહિતના મહેમાનોનો આભાર વ્યોમેશ ઝાલાએ માન્યો હતો.
