રાજ્યમાં કોરોનાનાં 410 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 96.51 ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 410 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 704 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 96.51 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 2,50,056 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. એકનું મૃત્યુ નોધાયું
સુરતમાં 85, અમદાવાદમાં 89, વડોદરામાં 86, રાજકોટમાં 59, ગાંધીનગરમાં 9, જામનગરમાં 3, મહેસાણામાં 6, ભરૂચમાં 7, જૂનાગઢમાં 11, ભાવનગરમાં 2, સુરેન્દ્રનગરમાં 2, સાબરકાંઠામાં 4, મોરબીમાં 3, અમરેલીમાં 2, કચ્છમાં 10 કેસ નોંધાયા છે.
