કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતીય કૌશલ સંસ્થાનનો શિલાન્યાસ કર્યો
Live TV
-
ગૃહમંત્રી અમિત શાહ : 70 કરોડ યુવાઓની ઉર્જાને સાચી દિશા આપવાની જરૂર
ગાંધીનગરમાં આજે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્કિલનો શીલારોપણ કાર્યક્રમ યોજાયો છે. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્કિલનું નિર્માણ પીપીપી મોડલ હેઠળ થશે. ગુજરાતની મુલાકાતે આવેલા ગૃહમંત્રી અમિત શાહ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત છે. તેમની સાથે મુખ્યમંત્રી, વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના પ્રદેશ અગ્રણીઓ તેમજ ઉદ્યોગજગતના મહારથીઓ અને ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વધુ માં, તેમણે જણાવ્યુ કે 70 વર્ષોમાં અર્થવ્યવસ્થા 2 ટ્રિલિયન ડોલરે પહોચી જ્યારે પ્રધાનમંત્રી મોદીએ 4 વર્ષમાં તેને 3 ટ્રિલિયને પહોચાડી.
