નવા કાયદા G.C.T.O.C. હેઠળ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પાંચ આરોપીઓની કરી ધરપકડ
Live TV
-
આ આરોપીઓ ઉપર હત્યા, લૂટ, ખંડણી વગેરેના આરોપો હતા, તેમની પાસેથી મોબાઇલ, સિમ કાર્ડ સહિતની સામગ્રી કરી જપ્ત.
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ અમલ કરેલ નવા કાયદા GCTOC હેઠળ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ચાર આરોપીઓની ધરપકડ કરેલી છે. આ ચારેય આરોપીઓ સામે હત્યા, લૂંટ, હત્યાની કોશિશ, ખંડણી માગવી, બળજબરીથી કઢાવી લેવુ , ધાકધમકી આપવી જેવા ગુના નોંધાયેલા છે. જેમા મુખ્ય સૂત્રધાર વિશાલ ગોસ્વામી છે. મધ્યસ્થ જેલમાં બંધ આ આરોપીઓની ક્રાઈમબ્રાંચે ઝડતી તપાસ કરતા વિશાલ ગોસ્વામી ઉર્ફે આશુતોષ ગોસ્વામી તથા રિંકુ ગોસ્વામી ઉર્ફે રાજ ગોસ્વામી પાસેથી બે એન્ડ્રોઈડ મોબાઈલ, એક સાદો ફોન, બે સીમકાર્ડ, ચાર્જર, સીમકાર્ડ કાઢવાની પીન, બે નંગ હેન્ડ્સફ્રી તેમજ મોબાઈન નંબર લખેલી નોટબુક મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ગુના સાથે સંકળાયેલા 4 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 20 નંગ મોબાઈલ, 50,000 રોકડ, એક ગેરકાયદેસર પિસ્ટલ, 40 કારતુસ, અને ગુનામાં વપરાયેલ એક મોટરસાઈકલ તથા હોન્ડાસિટી કાર જપ્ત કરવામાં આવી છે. આ અંગેની વધુ તપાસ મદદનિશ પોલીસ કમિશનર બી.વી. ગોહિલ કરી રહ્યા છે. આ આરોપીઓ સામે અમદાવાદ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં જૂદા જૂદા મળી 51 ગુના નોંધાયેલા છે
