ગુજરાતનું એક એવું ગામ જ્યાં લોકો દિવસે નહીં પરંતુ રાતે ચગાવે છે પતંગ
Live TV
-
દર વર્ષે ગામના NRI પરિવારો પોતાના વતન બાકરોલ આવે છે
આણંદ જિલ્લામાં આવેલું બાકરોલ ગામ વિશ્વનું એક માત્ર એવું ગામ છે જે રાત્રે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરે છે.બાકરોલ ગામના લોકો રાત્રે ધાબા પર વ્હાઇટ ફ્લડ લાઈટ મારી પતંગ ચગાવે છે.રાત્રે પતંગ ચગાવવાનો ઉદ્દેશ પક્ષીઓને બચાવવાનો છે.પક્ષીઓ રાત્રે પોતાના માળામાં પહોંચી જતા હોય છે.જેના કારણે પક્ષીઓને ઈજા ન થાય તે માટે આ રીતે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે.તો આ ખાસ ઉત્તરાયણમાં ભાગ લેવા માટ દર વર્ષે ગામના NRI પરિવારો પોતાના વતન બાકરોલમાં આવે છે. બાકરોલ ગામની આ વિશેષતા જોવા લોકો દૂરદૂરથી આવે છે. પક્ષીઓનું આ રીતે ધ્યાન આપવામાં આવે છે, તે જાણીને વિદેશી લોકો પણ ખુબ ખુશ થયા હતા.
