Skip to main content
Settings Settings for Dark

CMની હાજરીમાં હળપતિ અને આદિજાતિ સમાજને વિવિધ લાભોનું કરાશે વિતરણ

Live TV

X
  • 16 જાન્યુઆરીએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બારડોલી નજીક યોજાશે સમારોહ

    16 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સુરતના બારડોલી પાસે હળપતિ સમાજના લાભો અને આદિજાતિ સમાજના સામુહિક વિકાસના કામોને મંજૂરીપત્રોનો વિતરણ સમારોહ યોજવામાં આવનાર છે..સુરતના મહુવા-બારડોલી રોડ પાસે આવલ ઉકા તરસાડિયા યુનિવર્સિટી કેમ્પસ ખાતે આદિજાતિ વિકાસ , મહિલા અને બાળ વિકાસ વિભાગ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સંયુક્ત ઉપક્રમે હળપતિ સમાજના લાભો, વિધવા-વૃદ્ધ પેન્શનના લાભો અને આદિજાતિ સમાજના સામુહિક વિકાસના કામોના મંજૂરીપત્રોનો વિતરણ સમારોહ યોજાશે..

    મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનાર આ કાર્યક્રમમાં વિવિધ વિકાસના કામો અને સહાયનું વિતરણ કરવામાં આવશે..આ સમારોહમાં વન મંત્રી ગણપત વસાવા, સમાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમાર, વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકર, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે, નાયબ દંડક આર.સી.પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે..આદિજાતિ વિકાસ કમિશરન દિલીપ રાણાએ ટ્વીટર પર ટ્વીટ કરી આ જાણકારી આપી હતી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply