Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્માર્ટ સિટી અમદાવાદને કરોડો રુપિયાના વિકાસકાર્યોની આપી ભેટ

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. શુક્રવારે રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે આજે સ્માર્ટ સિટી અમદાવાદને કરોડો રુપિયાના વિકાસકાર્યોની ભેટ આપી હતી. સરખેજ, ઓગણજ અને ભાડજ ગામના તળાવના નવીનીકરણનું ખાતમૂહુર્ત કરાવ્યું તો Niper સંસ્થાના નવા ભવનનું પણ લોકાર્પણ કરવાના છે. અમિત શાહે  અમદાવાદ મહાનગરપાલિકા અને ઔડાના અંદાજિત 1 હજાર 651 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રિય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણ, રાજયના મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ સાથે અમિત શાહના હસ્તે ગાંધીનગરના Niper એરફોર્સ સ્ટેશન પાસે રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને સંશોધન સંસ્થાના નવા ભવનનું લોકાર્પણ કરાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત રહેશે. આમ, કેન્દ્રીય ગૃહમંત્રીએ લગભગ 1500 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી છે. અમદાવાદને જે વિકાસ કામોની ભેટ આપી છે તેની કેન્દ્રીય ગૃહમંત્રીએ સરદાર પટેલ રીંગ રોડને અડીને આવેલા ભાડજ ગામના તળાવના બ્યુટીફીકેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ 5 કરોડના ખર્ચે ભાડજ તળાવનું બ્યુટીફીકેશન કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે ગોતા વોર્ડના ઓગણજ ગામનું તળાવ અને ચાંદલોડિયા વોર્ડના જગતપુર ગામના તળાવના નવીનીકરણ કાર્યનું ખાતમૂહુર્ત કર્યું હતું. અમિત શાહે જનભાગીદારી હેઠળ ચાંદલોડિયા વોર્ડના ત્રાગડ ગામના નવનિર્મિત તળાવ તેમજ નવનિર્મિત લલિતા ગોવિંદ ઉદ્યાનનું લોકાર્પણ પણ કર્યું હતું.

    આ લોકાર્પણ કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે જાહેર સભાને સંબોધી હતી. અમિત શાહે જણાવ્યું કે, લોકો માંગે તે પહેલા જ અમારી કામ કરવાની પરંપરા રહી છે. આ સાથે જ તેમણે પીએમ મોદીની પ્રશંસા કરતાં કહ્યું કે, હમણાં હમણાં 2 મહિનામાં પ્રધાનમંત્રી મોદીએ 20-20 જેવી બેટિંગ કરીને દુનિયાભરમાં દેશનું નામ રોશન કર્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply