Skip to main content
Settings Settings for Dark

ભારતીય તટરક્ષક અધિકારીને ફિક્કી કાસ્કેડ એન્ટી-કાઉન્ટરફીટિંગ અને એન્ટી-સ્મગલિંગ પુરસ્કાર એનાયત કરાયો

Live TV

X
  • કચ્છ જિલ્લાના જખૌ ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળ સ્ટેશનના સ્ટેશન કમાન્ડરને ફિક્કી કાસ્કેડ એન્ટી-કાઉન્ટરફીટિંગ અને એન્ટી-સ્મગલિંગ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. 29 સપ્ટેમ્બર 2023ના રોજ દિલ્હી ખાતે ફિક્કી કાસ્કેડ એન્ટી-કાઉન્ટરફીટિંગ અને એન્ટી-સ્મગલિંગ પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જખૌના સ્ટેશન કમાન્ડરને ફિક્કી કાસ્કેડ એન્ટી-કાઉન્ટરફીટિંગ અને એન્ટી-સ્મગલિંગ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ઈન્ડિયન કોસ્ટગાર્ડના પ્રાદેશિક મુખ્યમથક ઉત્તર પશ્ચિમ હેઠળ અગ્ર મોરચે આવતા જખૌ તટરક્ષક દળ સ્ટેશનનું  નેતૃત્વ સંભાળી રહેલા આ અધિકારીએ વર્ષ 2022-2023માં સરહદો પારથી થતી નાપાક પ્રવૃત્તિઓને અસરકારક રીતે નિષ્ફળ બનાવી હતી અને આ માટે અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન સાધીને ભારતીય તટરક્ષક દળ એકમો સાથે વિવિધ ઑપરેશન હાથ ધર્યા હતા અને 550 કરોડના માદક દ્રવ્યો પણ જપ્ત કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply