ભાદરવી પૂનમના મેળામાં 7 દિવસ દરમિયાન લાખો ભક્તોએ લીધા માઁ અંબાના આશિર્વાદ
Live TV
-
યાત્રાધામ અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પૂનમના મેળામાં સાત દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ભકતો દર્શનાર્થે ઉમટી પડયા હતા. આ વર્ષે દર્શન કરનારા ભકતોની સંખ્યાએ આજસુધીનો મોટો આંકડો પાર કર્યો છે. મેળાના સાત દિવસ દરમિયાન 45 લાખ 54 હજાર 105 દર્શનાર્થીઓએ માતાજીના ધામમાં માઁ અંબાના દર્શન કર્યા હતા અને બનાસકાંઠા જીલ્લા કલેકટર વરૂણકુમાર બરનલવાલની અધ્યક્ષતામાં મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ગઇકાલે પૂનમના દિવસે એક માઇભકતે માઁ અંબાને સોનાની ત્રણ લગડી દાનમાં આપી હતી. જેનું કુલ વજન 250 ગ્રામ છે. આ મેળામાં કુલ 15 લાખ 5 હજાર રૂપિયાની કિંમતનું સોનું દાનમાં મળ્યું છે.
