Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતની મુલાકાતે

Live TV

X
  • ફ્લાયઓવર બ્રિજ સહિત અનેક વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ

    કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજથી રાજ્યની મુલાકાતે છે. આ સંદર્ભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, બુધવારે અમિત શાહ અમદાવાદના આશ્રમ રોડ પર ઈન્કમટેક્ષ જંકશન ખાતે તૈયાર થયેલા ફલાયઓવર બ્રિજ અને નારણપુરા વોર્ડમાં નવનિર્મીત ડી.કે.પટેલ કોમ્યુનિટી હોલ તેમજ વાંચનાલયનું લોકાર્પણ કરશે. અમદાવાદ શહેરના મેયર બીજલ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ પ્રસંગે મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણી અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.ગુરૂવારે યોજાનારી ભગવાન જગન્નાથની 142 મી રથયાત્રા સંદર્ભમાં જણાવવામાં આવ્યું હતું કે, રથયાત્રા મોનિટરિંગ માટે સ્માર્ટ સિટી અમદાવાદ લિમીટેડ દ્વારા 45 જેટલા સ્થાનોએ 94 અદ્યતન સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરાની લાઈવલાઈન પોલીસ કંટ્રોલરૂમ, ગાંધીનગરની ડીજીપી ઓફિસ તેમજ મુખ્યમંત્રી નિવાસ સુધી અપાયેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply