ભાવનગરમાં પણ રથયાત્રાની તડામાર તૈયારીઓ
Live TV
-
ભાવનગરમાં પણ રથયાત્રા આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ તંત્ર દ્વારા પણ લોખંડી બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. 17 કિ.મી. લાંબા યાત્રાપથ પર નજર રાખવા સીસીટીવી કેમેરાની પણ મદદ લેવાઈ રહી છે. ડી.આઈ.જી. અશોકકુમાર યાદવના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ પોઈન્ટની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. 16 ડીવાયએસપી, 34 પી.આઈ. સહિતનો પોલીસ કાફલો, એસઆરપીની પાંચ કંપની, બીએસએફની એક કંપની અને રેપિડ એકશન ફોર્સ રથયાત્રા પર્વે શહેરમાં તૈનાત થશે. કુલ 3,115 સુરક્ષાકર્મી શહેરમાં તૈનાત થવાના છે.
