Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ GTUના નવીન કેમ્પસનું 27 સપ્ટેમ્બરે કરશે ભૂમિપૂજન

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે GTUના નવીન કેમ્પસનું ભૂમિપૂજન આગામી 27 સપ્ટેમ્બરે કરશે. 
    સરકાર દ્વારા ગાંધીનગર લેકાવાડા ખાતે 100 એકરની જમીન GTUના નવા બિલ્ડીંગના બાંધકામ માટે ફાળવવામાં આવી હતી. ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનાવવામાં આવનાર કેમ્પસમાં 17 થી વધુ ભવનોનું નિર્માણ અને 18000 સ્કેવ મીટરના ક્ષેત્રફળ પર સોલાર પેનલ લગાવીને સમગ્ર કેમ્પસ સોલર લાઈટથી સંચાલિત કરાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી જીતુ વાધાણી, રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહશે. 

    GTUના કુલપતિ પ્રો.ડૉ.નવીન શેઠે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ વિશ્વની સર્વશ્રેષ્ઠ ટેક્નિકલ યુનિવર્સિટી બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લક્ષ્યને સાકાર કરવા માટે GTU કટ્ટીબદ્ધ છે. GTUના નવા બિલ્ડીંગનું બાંધકામ આગામી 2 વર્ષની સમય મર્યાદામાં પરિપૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સરકાર દ્વારા બાંધકામ માટે 275 કરોડની ગ્રાંન્ટ મંજૂર કરવામાં આવી છે. નવું તૈયાર થતું કેમ્પસ ગ્રીન રેટીંગ ફોર ઈન્ટીગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ અનુસાર સંપૂર્ણ ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનાવવામાં આવશે. જેમાં 17થી વધુ ભવનોની સ્થાપના કરવામાં આવશે. જેમાં સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ, ફાર્મસી, મેનેજમેન્ટ, ઉપરાંત એડમીન બિલ્ડિંગ, પરીક્ષા ભવન અને ડેટા સેન્ટર, ગલ્સ અને બોય્ઝ હોસ્ટેલ, અદ્યતન સેન્ટર લાઈબ્રેરી, કુલપતિ અને કુલસચીવના બંગ્લોઝ, ક્લાસ-2 અને 3 કેટેગરીના સ્ટાફ ક્વાર્ટઝ, કાફેટેરીયા, ફાર્મસીની રીસર્ચ સંબધીત એનિમલ હાઉસ આ ઉપરાંત તમામ કર્મચારીઓને સવલત મળી રહે તે હેતુસર ATM અને પોસ્ટ ઓફિસની સુવિઘા પણ પૂરી પાડવામાં આવશે. 
     
    ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનાવવામાં આવતું નવું કેમ્પસ અંદાજીત 5000થી વધુ વૃક્ષોથી આચ્છાદિત હશે. જેમાં લિમડો, પીપળો, વડ, બોરસલી, ગુલમહોર, આંબલીના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત 2000 સ્કેવર મીટરના ક્ષેત્રફળમાં આયુર્વેદીક ઔષધી પ્લાન્ટ પણ વાવવામાં આવશે. જેમાં અરડૂસી, અશ્વગંધા, આમળા, ગીલોય, જાંબુ વગેરે જેવા ઔષધીય છોડનું પણ વાવેતર કરવામાં આવશે. 100 ટકા શુદ્ધ અને પ્રદૂષણમુક્ત પ્રાકૃતિક વાતાવરણ મળી રહે તે માટે કોમન પાર્કિંગ રખાવીને સમગ્ર કેમ્પસમાં પરિવહન માટે 2.50 કિમીનો સાયકલ ટ્રેક બનાવવામાં આવશે. આ સમગ્ર કેમ્પસનું બાંધકામ એક જ સમયમાં બાંધવામા આવશે. વધુમાં વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક પ્રવૃત્તિને વેગ મળે તે માટે અદ્યતન ઓડિટોરીયમ અને સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply