નવરાત્રીમાં રાત્રે 10થી12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે
Live TV
-
રાજયના ગૃહ વિભાગે નવરાત્રી અને દશેરામાં રાત્રીના સમયે ચાલુ રખાતા લાઉડ સ્પીકરના સમયને લઈને પરિપત્ર જાહેર કર્યો છે. રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી કે 9 દિવસ રાત્રીના 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે. આ સાથે દશેરાના દિવસે પણ રાત્રે 10 થી12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર ચાલુ રાખી શકાશે. ગૃહમંત્રાલયે જાહેર કરેલા પરિપત્રમાં ઉલ્લેખનીય છે કે જાહેરનામા પ્રમાણે હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતોની આસપાસનો 100 મીટર કે તેથી વધુનો વિસ્તાર સાયલન્સ જાહેર કરી શકાશે.
