પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું કરશે ઉદ્ઘાટન
Live TV
-
ગુજરાતના નર્મદાના એકતાનગર ખાતે યોજાનારી પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ચ્યુઅલ માધ્યમથી આરંભ કરાવશે અને આ પરિષદમાં તેઓ સંબોધન પણ કરશે. અનેક મુદ્દાઓ પર શ્રેષ્ઠ નીતિઓ ઘડવા માટે કેન્દ્ર અને રાજય સરકાર વચ્ચે તાલમેલ વધારવાના ઉદ્દેશથી આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસની આ પરિષદમાં આબોહવા પરિવર્તન, વન વ્યવસ્થાપન, પ્રદૂષણ નિયંત્રણ, વન્યજીવન વ્યવસ્થાપન અને પ્લાસ્ટિક તથા અન્ય કચરાના વ્યવસ્થાપન જેવા વિષયો પર 6 સત્ર પણ યોજાશે.
