Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં પાલજ ખાતે રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને સંશોધન સંસ્થાના નવા ભવનનું કર્યું લોકાર્પણ

Live TV

X
  • કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગરના પાલજ ખાતે રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને સંશોધન સંસ્થાના નવા ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે દવાના બજારમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યો છે અને આવનાર સમયમાં ભારત વિશ્વમાં દવાઓના બજારમાં છવાશે.

    તેમના સંબોધનમાં ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન મુજબ NIPER જ્ઞાન, શિક્ષણ, સંશોધન અને વ્યવસાયને જોડતો સેતુ બનીને ભારતને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનો પાયો નાંખી રહ્યું છે. વઘુમાં તેમણે જણાવ્યું હતું કે NIPER ગાંધીનગર લગભગ 60 એકર જમીનમાં 8 ઇમારતોમાં ફેલાયેલું છે, જે માનવ જીવનને સ્વસ્થ અને સંપૂર્ણ બનાવવામાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં દવાના ક્ષેત્રમાં મોટું યોગદાન આપશે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, NIPER, ગાંધીનગર છેલ્લા 3 વર્ષથી દેશની ટોચની 10 ફાર્મસી સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે અને હવે નવા બિલ્ડિંગના નિર્માણ સાથે તેને પ્રથમ સ્થાન મેળવતા કોઈ રોકી શકશે નહીં.

    કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર એ શિક્ષણનું વાતાવરણ ધરાવતો વિસ્તાર છે. અહીં લો યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી, દીન દયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી છે અને આજે NIPER પણ શરૂ થઈ રહી છે જે અહીંની તમામ શૈક્ષણિક સંસ્થાઓને નવી ઉર્જા આપશે. અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે NIPERએ માત્ર ફાર્માસ્યુટિકલ શિક્ષણના ક્ષેત્રમાં જ નહીં પરંતુ સંશોધન ક્ષેત્રે પણ વિશ્વની ટોચની સંસ્થા બનવાનું લક્ષ્ય રાખવું જોઈએ. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી ભારત સંશોધન ક્ષેત્રે નિપુણતા પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી આપણે વિશ્વમાં દવા ઉત્પાદન ક્ષેત્રે પ્રભુત્વ મેળવી શકીએ નહીં. NIPR, ગાંધીનગરે પોતાની જાતને એક પ્રખ્યાત સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે સ્થાપિત કરી છે અને આવનારા દિવસોમાં વધુ વિકાસ કરશે. NIPERની સ્થાપના તેને શિક્ષણ, સંશોધન, ગુણવત્તા અને શ્રેષ્ઠતાનું કેન્દ્ર બનાવવા અને તેને ઉત્પાદન અને જાહેર સેવા સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે, ફાર્મસી એક એવું ક્ષેત્ર છે જેમાં શિક્ષણ માત્ર વ્યક્તિને જ ફાયદો કરતું નથી પરંતુ માનવ જીવનને સ્વસ્થ અને લાંબુ બનાવવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. તેમજ અહીં ભણતા વિદ્યાર્થીઓ ન માત્ર તેમનું જીવન સારું બનાવશે પરંતુ કરોડો લોકોના સ્વસ્થ જીવનનું કારણ પણ બનશે.

    દેશમાં દવાઓના સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (APIs) અને કી સ્ટાર્ટિંગ મટિરિયલ્સ (KSMs)ના ઉત્પાદનમાં વધારો કરવા માટે મોદી સરકારે સર્વગ્રાહી અભિગમ અપનાવ્યો છે, જેના કારણે આગામી 10 વર્ષમાં ભારત આત્મનિર્ભર બનશે અને તેની નિકાસ પણ કરશે

     

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply