'નાઈપર' ફાર્મા ક્ષેત્રે જ્ઞાન, શિક્ષા, સંશોધન અને વેપારને જોડવા માટે એક સેતુની ભૂમિકા અદા કરે છેઃઅમિત શાહ
Live TV
-
ગાંધીનગર ખાતે 'રાષ્ટ્રીય ઔષધીય શિક્ષા અને અનુસંધાન સંસ્થાન-અમદાવાદ'ના સ્થાયી પરિસરનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે આજે પાલજ, ગાંધીનગર ખાતે 'રાષ્ટ્રીય ઔષધીય શિક્ષા અને અનુસંધાન સંસ્થાન -અમદાવાદના સ્થાયી પરિસરનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. આ ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવીયા ઉપસ્થિતિ રહ્યા હતા.
ગાંધીનગર ખાતે કાર્યરત નાઇપરનું સેન્ટર આગામી દિવસોમાં દેશમાં જ નહિ, પણ વિશ્વમાં ઔષધિય ક્ષેત્રે ખૂબ મોટું પોતાનું યોગદાન આપશે, તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરીને કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉમેર્યું હતું કે, આ સેન્ટરમાં કેમેસ્ટ્રી, જીવ વિજ્ઞાન જેવા અનેક પ્રકારના બિલ્ડીંગો બનશે. અત્યારે હાલ ૫૦૦ જેટલા વિઘાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગાંધીનગર નાયપર દેશની પ્રથમ ૧૦ સંસ્થાઓમાં પોતાનું સ્થાન ઘરાવે છે. અધતન ભવનની સુવિઘા મળ્યા બાદ નાયપર- ગાંધીનગર દેશમાં ટોપની સંસ્થા બનશે, તેવો દ્રઢ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
ગાંધીનગરની ભૂમિ વિધા અભ્યાસ માટેનું એક વાયુ મંડળ ઘરાવતી ભૂમિ છે, તેવું કહી કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉમેર્યું હતું કે, ગાંધીનગરની આસપાસ અનેક રાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીઓ કાર્યરત છે. નાઇપર અહીં કાર્યરત બનતા વાયુમંડળને એક નવીન ઉર્જા પ્રાપ્ત થશે. આ સંસ્થાનું લક્ષ્ય હોવું જોઇએ કે ઔષધિ ક્ષેત્રમાં શિક્ષા જ નહિ પણ રિચર્સ ક્ષેત્રમાં પણ વિશ્વમાં અગ્રેસર બનીએ.
તેમણે ઉમેર્યું હતું કે, ફાર્મસી એક એવું ક્ષેત્ર છે કે જેમાં ફાર્માના અભ્યાસ કરનાર વ્યક્તિ વ્યક્તિગત શિક્ષા માટે નહીં, પરંતુ માનવજીવનને સ્વસ્થ અને સુંદર બનાવવા માટે પણ ઉપયોગી છે. એટલે જ અહીંયા જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમનું કેરિયર તો સારું થશે જ, પરંતુ જીવનમાં સારી તકો મળશે તેની સાથે કરોડો નાગરિકોને તેમના અભ્યાસ થકી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગી થશો. ભારતમાં મોહાલી, ગુવહાટીમાં પૂર્ણ રીતે પોતાના બિલ્ડિંગમાં નાયપર કાર્યરત છે અને આજથી ગાંધીનગરમાં ત્રીજુ ભવન પણ કાર્યરત થયું છે. કોલક્તા, હાજીપુર, હૈદરાબાદ, રાયપુરમાં નાયપરની ભવન બનાવવાની કામગીરી ચાલુ છે. નાઇપરમાંથી ૮ હજાર જેટલા વિદ્યાર્થીઓ પોતાની અભ્યાસ પૂર્ણ કરી પ્રોફેશનલ ક્ષેત્રમાં પોતાની સિદ્ધિ હાંસલ કરી છે અને 300 થી વધુ પેટર્ન રજીસ્ટર કરવાનું સન્માન પણ નાયપરને મળ્યું છે. જ્યારે ૭ હજાર થી વધુ રિચર્સ પેપર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, જ્ઞાનને વેપાર સાથે જોડવાનું કૌશલ્ય નાયપરમાં છે. ભારત સરકારે એપીઆઈ અને કેએમસી માટે હોલિસ્ટિક એપ્રોચ સાથે સારી નીતિ અપનાવી છે. આગામી ૧૦ વર્ષમાં એપીઆઈ અને કેએમસી ક્ષેત્રમાં ભારત આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે નાયપર દ્વારા સંશોધન ક્ષેત્ર માટેનું પોર્ટલ બનાવવામાં આવ્યું છે જે રિચર્સ કરનાર વ્યક્તિઓ માટે ખૂબ ઉપયોગી બની રહેશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી જન ઔષધીય યોજના દેશના કરોડો ગરીબ લોકો માટે આશીર્વાદરૂપ બની છે. આ યોજનાને સફળ બનાવવા માટે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝના માલિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. દેશભરમાં ૧૦ હજાર જન ઔષધી કેન્દ્ર ઉપર 50% થી 90% સુધીના રાહત દરે જન ઔષધી દવાઓ ગરીબ પરિવારોને મળી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રીના એક વિચાર થકી છેલ્લા નવ વર્ષમાં દેશના ગરીબ પરિવારના ૩૦ હજાર કરોડ રૂપિયાની દવાની ખરીદીમાં બચત થઈ છે. વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૭૫૦૦ કરોડની બચત થઈ છે. સરકારે પીએલઆઇ યોજનાના માધ્યમથી ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની ૪૮ જેટલી નાની મોટી કંપનીઓને રૂ.૪ હજાર કરોડની નિવેશની મંજૂરી આપી છે, તેમજ ત્રણ ફાર્મા પાર્ક બનાવવા દિશામાં સરકારે સુચારું આયોજન કર્યું છે. મેડિકલ ડિવાઇસ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે નેશનલ મેડિકલ ડિવાઇસ ૨૦૨૩ પોલીસી બનાવવામાં આવી આવી છે તેમ જણાવી કેન્દ્રીય ગૃહમંત્રીએ નાઇપરના નવીન ભવન માટે સૌને શુભેચ્છાઓ આપી હતી.
