કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્રભાઇ યાદવે ફોટો પ્રદર્શનને ખુલ્લુ મુક્યું
Live TV
-
કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્રભાઇ યાદવે આઝાદીના અમૃત મહોત્સવ પર ફોટો પ્રદર્શનને ખુલ્લુ મુક્યુ. ગુજરાતના એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી. આ તબક્કે ભારત સરકારના માહિતી અને પ્રસારણ ખાતાના કેન્દ્રીય સંચાર બ્યુરો, ક્ષેત્રીય કાર્યાલય, ગોધરા ધ્વારા એકતાનગર, ટેન્ટ સિટી-2માં ઇન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર બ્યુરોના અપર મહાનિદેશક પ્રકાશ મગદુમ તેમજ ડેપ્યુટી ડાયરેકટર, યોગેશ પંડયા ઉપસ્થિત રહ્યા હતા. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીની સંઘર્ષ ગાથાને રજૂ કરતું ફોટો પ્રદર્શન લોકોના આંકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને સ્વતંત્ર સેનાની જાણકારી આપતા અને આઝાદીની વિવિધ ચળવળને રજૂઆત કરતાં આ ફોટો પ્રદર્શનને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. આ સાંસ્કૃતિક કાર્યકમમાં પર્યાવરણ સરંક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત આઝાદીના અમૃત મહોત્સવ વિષય ઉપર ઇકો ફ્રેન્ડલી બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
