Skip to main content
Settings Settings for Dark

દેશને પોલિયો મુક્ત બનાવવા હેલ્થ ઓફિસર પિન્કી પટેલનો વધુ એક સાહસિક પ્રયાસ

Live TV

X
  • ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક ખારાપાટ હાજીપુર વિસ્તારના કોમ્યુનિટિ હેલ્થ ઓફિસર પિન્કીબેન 4-5 કિ.મી. ચાલતા જઈને બાળકોને પોલિયોની રસીના ટીપા પીવડાવે છે. ભુજ તાલુકાના ખાવડા સામુહિક આરોગ્ય કેન્દ્ર હસ્તક આવેલ હાજીપુર પેટા આરોગ્ય કેન્દ્રના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પિન્કીબેન પટેલે તેમના કાર્યક્ષેત્રના ગામોમાં એક પણ બાળક પોલિયોની રસી પીવાથી વંચિત રહી ન જાય તેવો નિર્ધાર કર્યો છે. દેશમાં 'પોલિયો મુક્ત ભારત અભિયાન' હેઠળ 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસીના ટીપા પીવડાવવામાં આવે છે. જેના ભાગરૂપે પિન્કીબેને ભુજ તાલુકાના ભારત-પાકિસ્તાન બોર્ડરની નજીક ધોરડો રણને અડીને આવેલા જ્યાં વાહનો જઈ શકતા નથી તેવા ખારોપાટ અને ખૂબ જ પાણીથી ભરાયેલા તેવા દુર્ગમ વિસ્તારના પીટારા મોટા અને પીટારા નાના, લુણા મોટા અને લુણા નાના, બુરખલ, ગારવાંટ ગામે 4 થી 5 કિ.મી.થી વધુ ચાલીને તેમણે બાળકોને પોલિયોની ટીપાના બુંદ પીવડાવ્યા છે.

    પિન્કીબેનના જણાવ્યા અનુસાર આ ગામોમાં મોટાભાગે બન્ની વિસ્તારના જત, સુમરા અને શેખ સમુદાયના પરિવારો વસે છે. આ પરિવારો તેમની કેટલીક માન્યતાઓ, રિવાજો કે અન્ય કોઈ કારણોસર રસી કે આરોગ્ય સેવાઓ લેવાનું ટાળતા હોય છે. તેવા સમયે પિન્કીબેન સ્થાનિક પ્રાથમિક શાળાના શિક્ષક અને સરપંચનો સહારો લઈ મા-બાપને સમજાવી અને 5 વર્ષ સુધીના 70 જેટલા ભૂલકાંઓને શોધીને વ્હાલથી પોલિયોના બે બુંદ પીવડાવી પોલિયોથી રક્ષિત કરવામાં સફળતા મેળવી છે. 

    પિન્કીબેન મૂળ ગાંધીનગર જિલ્લાના સરઢવના વતની છે. તેમના પતિ અમદાવાદમાં ફાયરમેન તરીકે ફ૨જ બજાવે છે. તેમના સંતાનને અહીંના વિપરીત વાતાવરણના લીધે સાથે રાખી શકતા નથી. તેમ છતાં તેઓ બાળકથી અને વતનથી દૂર અહીં એકલા રહી હાજીપુર આરોગ્ય કેન્દ્રમાં સંવેદનશીલતા અને સેવાભાવ સાથે લોકોને આરોગ્ય સેવાઓ પહોંચાડવાની ફરજ બજાવે છે, જેમાં તેમને તેમના પતિ યોગેશભાઈ પટેલ અને તેમના મિત્ર જયંતીભાઈ શેખાણી તરફથી સતત પ્રોત્સાહન મળતું રહ્યું છે. આરોગ્યદૂત સમાન કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પિન્કીબેન કડિયાની પ્રેરણાદાયક ફ૨જનિષ્ઠાને સલામ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply