શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રી દરમિયાન આરતીના સમયમાં કરાયો ફેરફાર
Live TV
-
નવરાત્રીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રીની તૈયારી શરુ કરવામાં આવી છે. અંબાજીમાં આસો સુદ એકમના સોમવારે સવારે 9 થી 10:30 કલાક સુધીમાં ઘટસ્થાપન કરવામાં આવશે. મંદિરમાં આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સવારની આરતીનો સમય 7:30 થી 8 વાગ્યે કરવામાં આવ્યો છે. તો સાંજની આરતી 6:30 થી 7 વાગ્યા દરમિયાન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે અંબાજી ખાતે માં અંબાના દર્શન કરી ગબ્બર ખાતે પૂજા અર્ચના કરશે.
