કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના હેલ્થ ઇન્ડેકસમાં ગુજરાતનો ચોથો ક્રમાંક
Live TV
-
તાજેતરમાં નીતી આયોગ, વર્લ્ડ બેન્ક અને કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જે અંતર્ગત હેલ્થ ઇન્ડેક્સમાં ગુજરાતનો ચોથો ક્રમાંક આવ્યો છે.
તાજેતરમાં નીતી આયોગ, વર્લ્ડ બેન્ક અને કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જે અંતર્ગત હેલ્થ ઇન્ડેક્સમાં ગુજરાતનો ચોથો ક્રમાંક આવ્યો છે. જ્યારે પ્રથમ ત્રણ ક્રમાંકમાં કેરળ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યનો સમાવેશ થાય છે. નોંધનીય બાબત એ છે કે, આ રિપોર્ટમાં રાજ્યમાં સ્ત્રી બાળ દરમાં ઘટાડો જોવા મળ્યો છે. આ અંગે આરોગ્ય કમિશનર જયંતી રવીએ સ્પષ્ટતા કરી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરી વિશે માહિતી આપી હતી.
