ભરૂચમાં SPGની ટીમે 20.10 લાખની બિન અધિકૃત રોકડ સાથે બે શખ્સોની કરી ધરપકડ
Live TV
-
બે ઈસમો, લાખોની રોકડ લઈને સ્કૂટર પર જઈ રહ્યા હોવાની એસ.ઓ.જીને બાતમી મળી હતી જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
ભરૂચના મકતમપુર કૃષિ યુનિવર્સિટી રોડ પાસેથી સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે વીસ લાખ દસ હજાર રૂપિયાની બિન અધિકૃત રોકડ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. બે ઈસમો, લાખોની રોકડ લઈને સ્કૂટર પર જઈ રહ્યા હોવાની એસ.ઓ.જીને બાતમી મળી હતી જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન કૃષિ યુનિવર્સિટી તરફ આવી રહેલા સ્કૂટર પર સવાર બે ઈસમોને રોકતા અને તપાસ કરતાં તેમની પાસે અલગ-અલગ દરની કુલ 20 લાખ 10 હજારની નોટો મળી આવી હતી. ઝડપાયેલા આરોપીમાં એક અંકલેશ્વરનો રહેવાસી પંકજ નટવરલાલ માવાણી અને અન્ય ભરૂચનો ફુલચંદ નારણભાઈ પટેલ હોવાની ઓળખ થઈ છે. તેમની પાસે આ રકમ ક્યાંથી આવી અને કોને પહોંચાડવાની હતી તે દીશામાં પોલીસે તપાસ હાથ ધરી છે..
