Skip to main content
Settings Settings for Dark

હેલ્થ ઈન્ડેક્સમાં ગુજરાત ચોથા ક્રમે, બાળ મૃત્યુદર ઘટાડવામાં સફળતા

Live TV

X
  • બાળ મૃત્યુદર ઘટાડવામાં રાજ્યને મળી સફળતા, કુપોષણ અને સેક્સ રેશિયો અંગે સતર્ક રહેવા આરોગ્ય વિભાગને સુચના

    તાજેતરમાં નીતી આયોગ, વર્લ્ડ બેન્ક અને કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક હેલ્થ ઈન્ડેક્સ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જે અંતર્ગત હેલ્થ ઇન્ડેક્સમાં પ્રથમ ત્રણ ક્રમાંકમાં કેરળ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાત ચોથા ક્રમે રહ્યું છે.

    નોંધનીય બાબત એ છે કે, આ રિપોર્ટમાં રાજ્યમાં સ્ત્રી બાળ દરમાં ઘટાડો જોવા મળ્યો છે. આ અંગે આરોગ્ય કમિશનર જયંતી રવીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે,'છેલ્લા બે વર્ષથી સોનોગ્રાફી મશિન એટલે કે 2017 અને 2018 પહેલા 270 જેટલા સોનોગ્રાફી મશિન્સ પણ ગુજરાતભરમાં સીલ કરવામાં આવ્યાં છે. એકબાજુ આ રેગ્યુલેટરી કામગીરી છે. સરકાર જે દંડ કરવાની પ્રક્રિયા કરે છે. તે કરે જ છે. પણ માનસમાં બદલાવ લાવવા માટે એક સામાજીક પરિવર્તન પણ લાવવાની જરુર છે. આ આપણે બધાએ સાથે મળીને કરવાનું છે.' આ ઉપરાંત તેમણે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરી વિશે માહિતી આપી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply