Skip to main content
Settings Settings for Dark

પંચમહાલ ડેરી દ્વારા દૂધ હરીફાઈમાં તાલુકા કક્ષાએ નિરક્ષર મહિલાએ મેળવ્યો એવોર્ડ

Live TV

X
  • નિરક્ષર મહિલાએ પુરૂ પાડ્યું સ્ત્રીશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ

    મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામની એક નિરક્ષર મહિલાએ સ્ત્રીશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. લીલાબેન માછી નામના આ મહિલાએ 2009માં એક ભેંસ ખરીદીને પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો અને ત્યાર બાદ આર્થિક લાભ થતાં તેમણે 2012માં સરકારની મીની ડેરી ફાર્મ યોજના હેઠળ દૂધાળા પશુઓની સંખ્યા વધારીને દૂધ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ સર્જી. તેમને સતત ચાર વર્ષ સુધી પંચમહાલ ડેરી દ્વારા દૂધ હરીફાઈમાં તાલુકા કક્ષાનો એવોર્ડ મળ્યો છે. પંચમહાલ ડેરી દ્વારા તેમને દૂધ ભરવા માટે તેમના કેટલ શેડ પર જ પેટા સેન્ટર ફાળવી આપવામાં આવ્યું છે અને ત્યાંથીં ડેરીનું દૂધવાહન દૂધ ભરીને ડેરીએ પહોંચતુ કરે છે. આ અગાઉ લુણાવાડા ખાતે યોજાયેલા કૃષિ મેળામાં લીલાબેન માછીને મહીસાગર જિલ્લામાં પશુપાલન થકી સૌથી વધુ દૂધ પંચમહાલ ડેરીને આપીને વધારે આવક મેળવવા બદલ રાજ્ય કક્ષાના મંત્રી યોગેશભાઈ પટેલ દ્વારા 25,000 રૂપિયાનો ચેક તેમજ બેસ્ટ આત્મ ફાર્મર્સ ઍવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply