'કેન્સરને કેન્સલ' કરવા સરકાર પ્રતિબદ્ધ : CM વિજય રૂપાણી
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ રાજકોટ ખાતે શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ તથા રોટરી ક્લબ ઑફ રાજકોટ મીડટાઉન અને અમદાવાદ સ્થિત HCG કેન્સર
હોસ્પિટલનાં સંયુક્ત ઉપક્રમે કેન્સર જાગૃતિ કાર્યક્રમ તથા નિદાન કેમ્પને ખૂલ્લો મૂક્યો હતો.ટ્રસ્ટ દ્વારા યોજાયેલા કેન્સર અવેરનેસના કાર્યક્રમમાં હાજરી આપતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, કેટલોક સહયોગ અને રાજ્ય સરકારનાં સંયુક્ત પ્રયાસોથી ગુજરાત કેન્સરને કેન્સલ કરવા પ્રતિબદ્ધ છે. આ તકે તેમણે યુવાનોમાં જોવા મળતા વ્યસનને સામાજિક જાગૃતિ થકી તિલાંજલિ આપવા પણ આહ્વાહન કર્યું હતું.
તમાકુનું ઓછામાં ઓછું સેવન થાય તેવા સરકારના પ્રયાસો રહેશે, એવું પણ તેમણે જણાવ્યું હતું. વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સીએમ બન્યા પછી પોણા બે વર્ષે મારા જ ટ્રસ્ટમાં આવવાની તક મળી તે સૌભાગ્યની વાત છે. ગુજરાતમાંથી કેન્સરને કેન્સલ કરવા સરકાર કટિબધ છે અને તે તરફના પ્રયાસો ચાલુ છે. ગુજરાતમાં દીકરીઓમાં ગર્ભાશયના કેન્સરથી બચાવવા માટે પેપ ટેસ્ટની સુવિધા ઉભી કરાશે. પેપ ટેસ્ટ દ્વારા દીકરીઓનું 10 વર્ષ બાદ થવાના કેન્સર અંગે નિદાન કરી જીવન બચાવી શકાય છે. ટૂંક સમયમાં પેપ ટેસ્ટ અંગે સરકાર નિર્ણય લેશે.
તમામ ગુજરાતી દીકરીના જીવનને બચાવવા માટે પગલાં ભરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં વર્ષે સાડા પાંચથી છ લાખ લોકો કેન્સરથી મોતને ભેટે છે, તેમજ 12 લાખ લોકોને કેન્સર થાય છે. તેમજ રાજ્યમાં વધુમાં વધુ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ
બનાવવા તરફ રાજ્ય સરકાર આગળ વધી રહી છે, તેવું પણ મુખ્યમંત્રીએ કહ્યું હતું.