ભર ઉનાળે પણ અહીં નથી સર્જાતી પીવાના પાણીની તંગી
Live TV
-
રાજ્યમાં એક તરફ પાણીનો પોકાર અને પાણીની તંગી ચાલી રહી છે. ત્યારે જુનાગઢમાં આવેલ નવાબી કાળના મકાનોમાં રહેતા લોકો માટે ભર ઉનાળે પણ પાણીની અછત નહીં પણ છત છે. જેમાં આશિર્વાદ રૂપ બન્યાં છે ભૂગર્ભ ટાંકા.
જૂની બાંધણીનાં મકાનો ,લગભગ સો થી સવાસો વર્ષ પહેલા બાંધેલા છે. આ મકાનોમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તે આશયથી ભૂર્ગભ ટાંકા બનાવવામાં આવ્યાં હતા. જે આજના સમયમાં જળ સંચય માટે ઉત્તમ ઉદાહરણ છે. ટાંકામા સંગ્રહ થયેલું પાણી શુદ્ધ અને આરોગ્યપ્રદ ઉપરાંત આટલી ગરમીમાં પણ ઠંડું રહે છે. ગરમીના સમયમાં તંત્ર દ્વારા પાણીનો કાપ લાદવામા આવ્યો હોય. ત્યારે આ ભૂગર્ભ ટાંકા મકાનમાં રહેનાર પરિવાર ઉપરાંત આસપાસના લોકો માટે પણ આશિર્વાદ રૂપ બની ,પાણીની જરૂરિયાત સંતોષે છે.