Skip to main content
Settings Settings for Dark

પાટણઃ અંબિકા નર્સરીને રાષ્ટ્રીય બાગાયતી બોર્ડની માન્યતા મળવાની શક્યતા 

Live TV

X
  • પાટણના ખેડૂત મલેશભાઈ પટેલે શરૂ કરેલી નર્સરીને રાષ્ટ્રીય બાગાયતી બોર્ડની માન્યતા મળે તેવી શક્યતા છે.

    પાટણના ખેડૂત મલેશભાઈ પટેલે શરૂ કરેલી નર્સરીને રાષ્ટ્રીય બાગાયતી બોર્ડની માન્યતા મળે તેવી શક્યતા છે. તેમણે પાટણ જિલ્લાને ૨૫૦૦૦ હજાર પ્લાન્ટ્સ પુરા પાડી ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે. પાટણમાં જ રહેતા મલેશભાઈ પટેલે નર્સરી બનાવી ખેડૂતોને ફળ-ઝાડ ,શહેરી લોકોને ફૂલઝાડ તેમજ સુશોભિત પ્લાન્ટ્સ પુરા પાડવાનું નક્કી કર્યું.

    ૨૦૦૮ માં નાના પાયે શરુ થયેલી આ અંબિકા નર્સરી આજે ૧ હેક્ટરમાં ફેલાઈ છે. તેઓ પોતાની નર્સરીમાં આંબા,ચીકુ ,દાડમ ,લીંબુ ,જામફળ ,એપલબોર,પપૈયા સહીતના ફળ ઝાડ માટેના રોપા રાખે છે અને તેની કલમો પણ તૈયાર કરે છે. ઉપરાંત શહેર પણ સ્વચ્છ બને ગ્રીન બને અને વાતાવરણ ક્લીન બને તે માટે ગુલાબ, મોગરો, ચંપા માટેના પ્લાન્ટ્સ પણ તેમણે તૈયાર કર્યા છે. આજે તેઓ પ્રતિવર્ષ બાગાયતી ઓફીસનું માર્ગદર્શન મેળવી ચીકુની ૨૦૦૦ ,આંબાની ૩૦૦૦ કલમો સહીત ૨૫૦૦૦ હજાર પ્લાન્ટ મેળવી ચોખ્ખા સાડા ત્રણ લાખ રૂપિયાનો નફો મેળવે છે. 

    પાટણનો બાગાયત વિભાગ પણ નર્મદાના નીરનો ખેડૂતો ભરપુર લાભ લે તે માટે પ્રયત્નશીલ રહી ખેડૂતોને માર્ગદર્શન આપતું રહે છે. જેને પરિણામે ટૂંકા સમયમાં જિલ્લો ૬૭૦૦૦ હેક્ટરમાં બાગાયતી ખેતી વિકસાવી શક્યું છે જેમાં ૪૨૦૦ હેક્ટર ફળ પાકો, ૩૦૦૦ હેક્ટર થી વધુ શાકભાજી પાકો અને સૌથી વધુ મસાલા પાકોનું વાવેતર થઇ રહ્યું છે. 

    આજે જિલ્લાની ક્રોપીંગ સીસ્ટમ બદલાતા દાડમ, ખારેક, એપલ બોર, જામફળ, ચીકુ, આંબાનું વાવેતર વધી રહ્યું છે, ત્યારે આ બધાની કલમી પ્લાન્ટ્સ લેવા ખેડૂતોને દુર જવું પડતું હતું અને સબસીડી મેળવવા પણ તકલીફ વેઠવી પડતી પરંતુ બાગાયત ઓફીસ
    પાટણના માર્ગદર્શનથી મલેશભાઈ એ પણ ભારતસરકારના રાષ્ટ્રીય બાગાયતી બોર્ડમાં મંજુરી માટે અરજી કરી હતી જેની સંપૂર્ણ કાર્યવાહી પૂરી કરી હોવાથી હવે ટુંક સમયમાં તેને મંજુરી મળશે, તેવું નાયબ નિયામક મુકેશભાઈ ગલવાડીયાએ જણાવ્યું હતું. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply