ડૉ. આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે મંત્રી મેનકા ગાંધી વડોદરાની મુલાકાતે
Live TV
-
ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા આવેલા કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ વડોદરાના સમા વિસ્તારમા આવેલ જવાહરનગર વસાહતની મુલાકાત લીધી હતી.
ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા આવેલા કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ વડોદરાના સમા વિસ્તારમા આવેલ જવાહરનગર વસાહતની મુલાકાત લીધી હતી. તેમની સાથે માંજલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલ અને સાંસદ રંજનબેન ભટ્ટ અને સ્થાનિક કોર્પોરેટરો પણ જોડાયા હતા.
મેનકા ગાંધી પોતાની મુલાકાત દરમ્યાન દલિત મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને મળ્યા હતા અને તેમની સમસ્યાઓ જાણવાનો પણ પ્રયત્ન કર્યો હતો. ધોરણ 9 તેમજ કોલેજમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીનીઓનું તેમણે સન્માન પણ કર્યું હતું. ઉપરાંત યુવા
આગેવાનના જન્મદિવસને કેક કાપીને ઉજવ્યો હતો. ત્યાર બાદ તેમણે નાસ્તો પણ લીધો હતો. તેમણે મુલાકાત બાદ મીડિયાને જણાવ્યું હતું કે, 'મને અહીંયા આવીને આનંદ થયો છે. બાળકો સાથે નાસ્તો કરવાની મજા આવી તથા મહિલાઓની વાત સાંભળીને પણ આનંદ થયો.'બીજી તરફ ભીમરાવ આંબેડકરની 127મી જન્મજયંતી પર અમેઠી ખાતે માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ નિઃશુલ્ક અંત્યોદય સ્વાસ્થ્ય શીબીર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં સભાને સંબોધતા તેમણે કહ્યું કે, કેન્દ્રમાં જ્યારથી તેમના પક્ષની સરકાર બની છે. ત્યારથી તેમની સરકાર ડો. ભીમરાવ આંબેડકરના સપનાં પરિપૂર્ણ કરી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, બાબા સાહેબના યોગદાનની લોકો સુધી માહિતી પહોંચે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. બાબા સાહેબ આંબેડકર વંચિતોને આગળ લાવવાનું કામ કરતા હતા. આ વાતને ધ્યાનમાં રાખીને તેમની સરકાર કામ કરી રહી છે.