Skip to main content
Settings Settings for Dark

ડૉ.આંબેડકર જન્મજયંતિની રાજ્યમાં ઠેરઠેર ઉજવણી, બાયડમાં મશાલયાત્રા તો દાહોદમાં પદયાત્રાનું આયોજન 

Live TV

X
  • 14મી એપ્રિલે ગુજરાત સહિત દેશભરમાં ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી થઈ હતી.

    14મી એપ્રિલે ગુજરાત સહિત દેશભરમાં ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બસ્તરના બીજાપુરમાં વિશ્વના સૌથી મોટા આરોગ્યલક્ષીસેવા કાર્યક્રમ આયુષ્યમાન ભારતની કરી શરૂઆત - બસ્તર જિલ્લાના સૌથી પછાત વિસ્તારમાં રાજમાર્ગ, રેલસેવા સહિત અનેક પરિયોજનાઓનો શુભારંભ કર્યો હતો. 

    ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 127મી જન્મ જયંતિ નિમિત્તે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પદયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ કિરિટ પટેલ, ધારાસભ્ય વજેસિંહ પણદા, ચંદ્રિકાબહેન બારિયા તથા ભાવેશ કટારા સહિતના
    અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. તો બીજી તરફ ભાજપ દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાપર્ણ કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના બીજા મહાનુભાવો હાજર રહ્યા હતા. 

    બાયડમાં ડો. બાબા સાહેબ ની 127મી જન્મ જયંતિ નિમિત્તે મશાલ યાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય સહિત તમામ રાજકીય પક્ષો તથા વેપારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ મોડાસા શહેરમાં ડૉ.બાબા સાહેબની 127મી જન્મ જયંતિ નિમિતે ભીમ સૈનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ, નગારાં ડીજેના તાલ સાથે નીકળેલી ડો.ભીમ રથની શોભાયાત્રા નગરના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ માટે નીકળી હતી.

    મોડાસા નગર પાલિકા વિસ્તારના સર્વોદય નગરમાં ડૉ.આંબેડકર હોલ પર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. સામાજિક સમરસતાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. નડિયાદમાં પણ સમરસતા રેલીનું આયોજન કરાયું હતું. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply