Skip to main content
Settings Settings for Dark

કેવડિયામાં વેસ્ટર્ન ઝોન વાઈસ ચાન્સેલર્સ કોન્ફરન્સ ઓન ઈમ્પ્લિમેન્ટેશન ઓફ NEPનો શુભારંભ

Live TV

X
  • રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને લાગુ કરવા આ કોન્ફરન્સ વધુ મદદ કરશે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કેવડિયામાં "રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ના અમલીકરણ પર વેસ્ટર્ન ઝોનના વાઇસ ચાન્સેલર્સની કોન્ફરન્સ"નું ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રીએ આ કોન્ફરન્સના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા સહાય પુરી પાડતા 20 જુદા જુદા સ્ટાર્ટઅપ્સ એક્ઝિબિશન સ્ટોલ પ્રદર્શન પણ ખુલ્લા મુક્યા હતા. આ પ્રદર્શનીમાં દરેક સ્ટાર્ટઅપ એક્ઝિબિશન સ્ટોલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના સાથે સંકળાયેલા જુદા જુદા વિષયો ઇન્ડિયન નોલેજ સીસ્ટમ (IKS), ડિજીટલ એજ્યુકેશન, કૃષિ, આરોગ્ય, ટેકનોલોજી, પર્યાવરણ, કારકિર્દી વગેરે મુજબ ગોઠવવામાં આવ્યા છે. આ સમગ્ર સ્ટોલ-પ્રદર્શનની ગોઠવણ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

    ગુજરાત,  મહારાષ્ટ્ર, દમણ અને દીવ, ગોવા અને દાદરા અને નગર હવેલીના 200થી વધુ મહાનુભાવો (વાઈસ ચાન્સેલર્સ અને NEP કોઓર્ડિનેટર્સ) કોન્ફરન્સમાં ભાગ લઇ રહ્યા છે. આ કોન્ફરન્સનું આયોજન VGGS 2024ના પૂર્વાર્ધરૂપે સર્વસમાવેશક વિકાસની સાથે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું છે. ભારત સરકારના યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)ના અધ્યક્ષ પ્રો. એમ. જગદીશ કુમાર અને AICTEના અધ્યક્ષ પ્રો. ટી. જી. સીથારામ જેવા મહાનુભાવો પણ ઉપસ્થિત થાય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને લાગુ કરવા આ કોન્ફરન્સ વધુ મદદ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply