Skip to main content
Settings Settings for Dark

કોરોનાના સંક્રમણના પડકારને પહોંચી વળવા માટે નિરંતર અને અવિરત 55 દિવસ કામગીરી થઇ રહી છે : નિતીન પટેલ

Live TV

X
  • રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ગુજરાત હાઇકોર્ટે કરેલી ટિપ્પણીઓ અને સવાલો તેમજ કરેલા સૂચનો અંગે પત્રકાર પરિષદમાં પોતાનું નિવદેન આપ્યું હતું. તેમણે કહ્યું હતુંકે બે મહિનામાં પાંચ વખત સિવિલની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત સિવિલના ડોક્ટર્સતેમજ ખાનગી ડોક્ટર્સ સાથે ત્રણ વખત મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતુંકે ખાનગી અને સરકારી ડોક્ટર્સ સાથે સંકલન સાધ્યું છે તેમજ તમામને સાથે રહીને કામગીરી કરવા માટેના પ્રયાસો કર્યા છે. તેમજ રાજ્યના નાગરિકોના આરોગ્યની સતત ચિંતા કરી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટમાંસરકાર પક્ષે તેઓ આવતા અઠવાડિયે જવાબ રજૂ કરશે.સતત 55 દિવસ સુધી કોવિડ-19નાં પડકારોને પહોંચી વળવા અવિરત અને નિરંતર કામગીરી કરી હોવાની તેમણે સ્પષ્ટતા કરી હતી. અગાઉ ગુજરાત હાઇકોર્ટે કોવિડ-19 અંગેની સરકારની કામગીરી અંગે પોતાનો મત રજૂ કર્યો હતો તેમજ આરોગ્ય મંત્રીએ કેટલા દિવસ સિવિલની મુલાકાત લીધી હતી તેવા સવાલો કર્યા હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply