NFSA રાશન કાર્ડ ધારકો માટે 27મી મેથી 6 જૂન સુધી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે : અશ્વિનીકુમાર
Live TV
-
લોકડાઉનની સ્થિતિને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકો માટે ગુજરાત સરકારે રાહતના સમાચાર આપ્યાં છે. હવે એનએફએસએ રાશન કાર્ડ ધારકો માટે 27મી મેથી 6 જૂન સુધી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું હતુંકે આ કાર્ડધારકોને ઘઉ,ચોખા, ખાંડ અને મીઠું આપવામાં આવશે. અમદાવાદમાં એપીએલ-વન કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરાઇ રહ્યું છે. અત્યાર સુધીમાં ચાર લાખ 60 હજાર કાર્ડધારકોને અમદાવાદમાં અનાજ અપાયું છે. જ્યારે આજે મોડી સાંજ સુધીમાં 55 લાખ કાર્ડધારકોને અનાજ વિતરણ કરાઇ ગયું હશે. તેમણે ઉમેર્યુ હતુંકે રાજ્યના કૃષિકારો પોતાની ઉપજ પોષણક્ષમ ભાવે વેચી શકે તે માટે રાજ્યમાં માર્કેટિંગ યાર્ડને તબક્કાવાર શરૂ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્કેટીંગ યાર્ડમાં 67 લાખ ક્વિન્ટલ ખેતપેદાશોની ખરીદી કરી લેવામાં આવી છે.
