ગાંધીનગર: શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 25 જૂનથી શરૂ થશે યુનિવર્સિટીની પરીક્ષાઓ
Live TV
-
રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, UGCની ગાઇડલાઈન અનુસાર યુનિવર્સિટીની પરીક્ષાઓ , 25 જૂનથી શરૂ થશે. સેમેસ્ટર-6, PG સેમેસ્ટર 1-4 અને અન્ય પરીક્ષાઓ 25 જૂનથી શરૂ થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સેમેસ્ટર-3, 5 અને 7નું શૈક્ષણિક કાર્ય, 21 જૂનથી ઓનલાઈન શરૂ થશે. તેમજ સેમેસ્ટર-1નું શિક્ષણ કાર્ય , પહેલી ઓગસ્ટથી શરૂ થશે. આ ઉપરાંત પરીક્ષાના પેપરની સમય મર્યાદા 3 કલાકને બદલે 2 કલાક રાખવામાં આવી છે.
