કોરોના મહામારીમાં આયુષ પદ્ધતિ દ્વારા ચિકિત્સા પૂરી પાડવામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર
Live TV
-
વૈશ્વિક મહામારી કોરોનાને અંકુશમાં લેવા માટે અને નાગરિકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા આયુષ પદ્ધતિથી સારવાર આપવા માટે જે દિશા નિર્દેશો કરાયા તદઅનુસાર ગુજરાતમાં પણ આયુષ પદ્ધતિ દ્વારા કોરોનાને નાથવા માટે રાજ્યના આયુષ નિયામકની કચેરી દ્વારા સધન પ્રયાસો કરવામાં આવ્યા જેના પરિણામે કોરોનાનું સંક્રમણ અટકાવવામાં સફળતા મળી છે.
આ પદ્ધતિ સાચા અર્થમાં આશિર્વાદરૂપ નીવડી છે જેના પરિણામે રોગપ્રતિરોધક ઔષધ પુરા પાડવામાં અને કોરોના પોઝીટીવ દર્દીઓને ચિકિત્સા આપવામાં ગુજરાત રાજય દેશભરમાં અગ્રેસર રહ્યુ છે, એમ રાજ્યના આયુષ નિયામક ભાવનાબેન પટેલ દ્વારા જણાવાયુ છે.
આયુષના ઔષધો દ્વારા કોવીડ-૧૯ સામે રક્ષણ મેળવવાના ઉપાયો અંગે જનજાગૃતિ કેળવવા માટેનો રાજ્ય સરકાર દ્વારા કરાયેલ સધન કામગીરીના પરિણામે ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યુ છે. સાથે સાથે આ પ્રયાસોના લીધે આયુર્વેદ જીવન પધ્ધતિ અને ઔષધો માટે નાગરિકોમાં જાગૃતિ લાવવામાં આવી.
નિયામક ભાવનાબેન પટેલે વધુમાં જણાવ્યું કે, રોગ પ્રતિકારક શક્તિવર્ધક આયુર્વેદ અને હોમીયોપેથી ઔષધોનું મોટા પ્રમાણમાં નાગરિકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આયુષ નિયામકની કચેરી દ્વારા ૭,૧૧,૬૨,૨૭૭ થી વધુ અમૃતપેય-આયુર્વેદ ઉકાળાના ડોઝ સરકારી આયુર્વેદ હોસ્પીટલ તેમજ દવાખાનાઓ દ્વારા તૈયાર કરી વિના મૂલ્યે રાજ્યના નાગરિકોને ૫ થી ૭ દિવસ એકજ સ્થળ પર વિતરણ કરવામાં આવ્યુ જેનો ૧.૪૦ કરોડથી પણ વધુ નાગરિકોએ લાભ લીધો. એજ રીતે ૩૫,૧૨,૭૬૩ સંશમની વટી, ૩,૮૭,૧૭,૫૭૨ કરોડ લોકોને આર્સેનિકમ આલ્બમ (હોમીયોપેથી)નું વિતરણ કરવામાં આવ્યુ છે.
