રાજ્યમાં કોરોનાના નવા 1364 કેસ નોંધાયા, તો 12 દર્દીઓના મોત
Live TV
-
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1364 નવા કેસ નોંધાયા છે.
આજે રાજ્યમાં નવા 1447 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 83.39 ટકા થયો છે. અત્યાર સુધીમાં કુલ 98,156 દર્દીઓ સાજા થયા છે. આજે રાજ્યમાં સર્વાધિક 85,153 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં નવા કેસની સાથે કુલ કેસોની સંખ્યા 1,17,709 પર પહોંચી છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16,294 છે, જેમાંથી 98 વેન્ટિલેટર પર છે અને 16,169 સ્ટેબલ છે.
રાજ્યમાં આજે નવા 12 દર્દીઓના મોત થયા છે, અને તેની સાથે કુલ મૃત્યુઆંક 3259 પર પહોંચ્યો છે.
