ભાવનગરઃ પાલિકા દ્વારા રેપિડ ટેસ્ટ હટ ઉભા કરાયાં
Live TV
-
ભાવનગર મહાનગરપાલિકા-અર્બન હેલ્થ સોસાયટી દ્વારા શહેરના વિવિધ મથકો પર રેપિડ હટ ઉભી કરવામાં આવી છે.
કોરોના સંક્રમણ સામેની લડાઈ સરકારે તેજ બનાવી છે અને લોકો મહત્તમ પોતાનો કોરોના રિપોર્ટ કરાવી સુરક્ષિત બને તેવા ખાસ હેતુસર આ રેપિડ હટ હાલ કાર્યરત કરાય છે.
જેનો શહેરીજનો અને બહારગામથી આવતા જતા લોકો લાભ લઇ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. જેમાં જે લોકો પોઝીટીવ આવે છે, તેને અર્બન હેલ્થ સેન્ટર પરથી દવા અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે.
મહત્વનું છે કે, એક રેપિડ હટ પર સરેરાશ રોજના 75 જેટલા લોકો પોતાનો ટેસ્ટ કરાવી રહ્યા છે. ભાવનગર શહેરમાં 8 જેટલા મથકો પર રોજના 500 થી 600 લોકો પોતાનો કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે.
