Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે નર્મદા ડેમ છલોછલ ભરી ગુજરાતની અનોખી ભેટ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમની જળસપાટી સૌથી વધુ 138.68 મીટર પર છલોછલ ભરીને ગુજરાતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રુપાણીએ નર્મદા ડેમમાં પાણીના ઇ વધામણા કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યુ હતુ કે સરદાર સરોવર નર્મદા ડેમ અત્યાર સુધીની સૌથી ઉંચી સપાટીએ છલોછલ થયો છે. ત્યારે ગુજરાત માટે આ યાદગાર ક્ષણ છે. અને જેના કારણે ગુજરાતના વિકાસને ગતિ મળશે. ખાસ કરીને આ પાણી આવનારા બે વર્ષ સુધી કચ્છથી માંડીને ગુજરાતના છેવાડાના ગામો સુધી મળશે. જળ વિના જીવન જ નહી પણ જળ વિના વિકાસ જ ન હોય ત્યારે ગુજરાત વિકાસના ગાડી પુરઝડપે દોડશે. આ માટે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તો નર્મદા ખાતે મંત્રી યોગેશ પટેલ અને નર્મદા નિગમના ચેરમેન ડો. રાજીવ ગુપ્તા આ પ્રસંગે હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply