કોરોના મહામારી સંદર્ભે પદાધિકારીઓ અને ધારાસભ્યોના વેતનમાં ઘટાડો કરવા આગામી સત્રમાં લવાશે વિધેયક
Live TV
-
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગઈકાલે કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશ્યલ એક્ટિવિટીઝ વટ હુકમ, ૨૦૨૦, ખેડૂત સહાય અને ધારાસભ્યોનાં વેતનમાં ઘટાડો કરવા અંગેના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મંત્રીમંડળની બેઠકમાં સમાજમાં અસામાજીક તત્વોને નાથવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશ્યલ એક્ટિવિટીઝ વટ હુકમ, ૨૦૨૦ બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. તો જે ખેડૂતોને ચોમાસામાં ખેતી પાકોનું નુકસાન થયું છે તેમને રાજ્ય સરકાર SDRFના ધોરણે સહાય ચૂકવશે. આ માટે આગામી ૧પ દિવસોમાં નુકસાનીના સરવેની કામગીરી પૂર્ણ કરી દેવાના આદેશો સંબંધિત વિભાગોને મુખ્યમંત્રીએ આપ્યા છે. તો પદાધિકારીઓ અને ધારાસભ્યોના વેતનમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકાર વિધાનસભાના આગામી સત્રમાં વિધેયક લાવશે.