RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં નહીં આવે - શિક્ષણમંત્રી
Live TV
-
જો RTE પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની મુદત લંબાવવામાં આવે અથવા નામંજુર થયેલા ફોર્મમાં સુધારા કરવાની મુદત આપવામાં આવે તો, RTE હેઠળના પ્રવેશનો પ્રથમ રાઉન્ડ સમયસર જાહેર કરી શકાય નહી
RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવશે નહીં. આ અંગે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ છે કે, વિદ્યાર્થીઓના શિક્ષણકાર્ય પર અસર પડવાની શક્યતા હોવાથી RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં નહીં આવે. રાજ્યની ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ છે, ત્યારે જો RTE પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની મુદત લંબાવવામાં આવે અથવા નામંજુર થયેલા ફોર્મમાં સુધારા કરવાની મુદત આપવામાં આવે તો, RTE હેઠળના પ્રવેશનો પ્રથમ રાઉન્ડ સમયસર જાહેર કરી શકાય નહી. જેથી, વિદ્યાર્થીઓના શિક્ષણકાર્ય પર અસર પડવાની સંભાવના રહેલી છે. ત્યારે RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા.૧૧ સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. રાજ્યભરમાંથી આવેલી કુલ ૨ લાખ ૪ હજાર ૪૨૦ અરજીઓ પૈકી ૧ લાખ ૧૯ હજાર ૬૯૭ અરજીઓ મંજૂર કરવામાં આવી છે, તો ૨૪ હજાર ૦૪૫ અરજીઓ નકારી દેવાઈ છે અને ૧૮,૮૯૦ અરજીઓની ચકાસણીની પ્રક્રિયા ચાલુ છે