માં અંબાજીના આશીર્વાદ લઈ ઉત્તર ગુજરાતના પ્રવાસની શરુઆત કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ
Live TV
-
ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે આજરોજ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 'માં અંબા'ના દર્શન કરીને તેમના ઉત્તર ગુજરાતના સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત કરી. અંબાજી ખાતે ભાજપાના અગ્રણીશ્રીઓ અને સ્થાનિક ભાજપા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાઓ દ્વારા તેમનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું તેમજ ઢોલ નગારા વગાડી, પરંપરાગત વેશભૂષામાં સાંસ્કૃતિક નૃત્યો સાથે તેમના અંબાજી ખાતેના આગમનને વધાવી લેવામાં આવ્યું.આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રીશ્રી કે.સી પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરિભાઈ ચૌધરી, સાંસદશ્રી પરબતભાઇ પટેલ, પૂર્વ મંત્રીશ્રી શંકરભાઇ ચૌધરી, પ્રદેશ પ્રવક્તાશ્રી ભરત પંડ્યા, પ્રદેશ મંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો. ઋત્વિજભાઈ પટેલ સહિતના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.