'સેવા હી સંગઠન' ઇ-બુકનું લોકાર્પણ
Live TV
-
ગુજરાત ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા કોવિડ-19 દરમ્યાન કરવામાં આવેલા વિવિધ સેવકાર્યોની માહિતીનું સંકલન દર્શાવતી ઇ-બુક 'સેવા હી સંગઠન'નું લોકાર્પણ કરવામાં આવ્યું.
આજે પ્રદેશ ભાજપા કાર્યાલય 'શ્રી કમલમ', ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના વરદ હસ્તે કોરોના મહામારીકાળ દરમિયાન ગુજરાત ભાજપાના કાર્યકર્તાઓએ 'સેવા હી સંગઠન' અંતર્ગત કરેલ વિવિધ સેવકાર્યોની સંકલિત માહિતીની પ્રદેશ ભાજપાની 'ઇ-બુક'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના લોકડાઉનના નિર્ણયના તુરંત બાદથી ગુજરાત ભાજપાના અસંખ્ય કાર્યકરોએ જરૂરિયાતમંદોની વ્હારે આવીને રાશનકીટ, ભોજન સહાય, માસ્ક, સેનિટાઈઝર અને ઉકાળાનું મોટા પાયે વિતરણ સહિતના સેવા કાર્યો કરીને માનવતાવાદી વલણ દાખવીને લોકસેવાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
લોકડાઉનના સમયમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપાના કાર્યકર્તાઓએ ઐતિહાસિક સેવાયજ્ઞ કરી રજૂ કરેલી માનવતાની અનોખી મિસાલને ડિજિટલ સ્મૃતિરૂપે 'ઇ-બુક'ના સ્વરૂપે સંગ્રહ કરવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલ અનુરોધને પગલે પ્રદેશ ભાજપાની આ 'ઇ-બુક'માં સમગ્ર ગુજરાતમાં ભાજપા કાર્યકર્તાઓ દ્વારા લોકડાઉન દરમિયાન કરવામાં આવેલ સેવાકીય પ્રવૃતિઓનું એકીકરણ કરીને સમાવવામાં આવી છે.