કોરોના વાયરસને કારણે સર્જાયેલી સ્થિતીમાં ગુજરાતીઓને સહાય માટે CMએ મુખ્ય સચિવને આપી સૂચના
Live TV
-
ચીનમાં કોરોના વાયરસને કારણે 107 લોકોના મોત થયા ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્ય સચિવ અનિલ મુકિમને તમામ સહાયતા માટે સૂચના આપવામાં આવી
ચીનમાં કોરોના વાયરસને કારણે 107 લોકોના મોત થયા ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્ય સચિવ અનિલ મુકિમને તમામ સહાયતા માટે સૂચના આપવામાં આવી છે....ગુજરાતના જે યુવાનો ત્યાં ફસાયેલા છે તેની સંપૂર્ણ વિગતો મેળવી જરૂરી તમામ સહાયતાના પ્રબંધ માટે મુખ્ય સચિવ અનિલ મુકિમને સૂચનાઓ આપી છે....આવા વિદ્યાર્થીઓના વાલી-પરિવારો જે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસેલા છે તેમનો રાજ્ય સરકારના જી.એસ.ડી.એમ.એ અને રિલીફ કમિશનર તંત્ર સંપર્ક કરીને સંબંધિત વિદ્યાર્થીઓની વિગતો મેળવશે....કોરોના વાયરસને કારણે સર્જાયેલી પરિસ્થિતમાંમાં જો ચાયનાથી આ વિદ્યાર્થીઓ ગુજરાત આવવા ઇચ્છતા હોય તો તેમને મદદ અને જરૂરી વ્યવસ્થાઓ તથા સ્થાસ્થ્ય સુરક્ષાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર વિદેશ મંત્રાલય અને ભારત સરકારના પરામર્શમાં રહીને હાથ ધરે તેવી સૂચના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યસચિવ અનિલ મુકિમને આપવામાં આવી છે.
