Skip to main content
Settings Settings for Dark

ચીનમાં MBBSનો અભ્યાસ કરવા ગયેલા વડનગરના બે વિદ્યાર્થી ફસાયા

Live TV

X
  • ચીનમાં MBBSનો અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓમાં બે વિદ્યાર્થીઓ ગુજરાતના વડનગરના છે. વુહાનમાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા આ સંતાનોના વાલી સંજયભાઈ પણ ચિંતાતુર બની ગયા

    ચીનમાં કોરોના વાઈરસનો પ્રકોપ ભયંકર રીતે ફેલાયેલો છે. ત્યારે તેના પડઘા ભારતમાં પણ પડી રહ્યા છે. ચીનમાં MBBSનો અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓમાં બે વિદ્યાર્થીઓ ગુજરાતના વડનગરના છે. વુહાનમાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા આ સંતાનોના વાલી સંજયભાઈ પણ ચિંતાતુર બની ગયા છે. સંજયભાઈનો દિકરો અને દિકરી બનેં વુહાન શહેરમાં જ મેડીકલનો અભ્યાસ કરી રહ્યા છે. સંજયભાઈ અને તેમના પત્નિ પોતાના સંતાનોને સલામત રીતે ભારત પરત લાવવામાં આવે તેવી અપીલ સરકાર પાસે કરી રહ્યા છે. જોકે હાલમાં તેમના સંતાનોમાં વાયરસનો ચેપ ન લાગ્યાના સમાચારની ખાતરી મળતા રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. તો બીજી તરફ મહેસાણા પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીનો પરિવાર પણ ચિંતામાં મુકાયો છે. ઘનશ્યામભાઈએ પોતાની દિકરી સહીસલામત પરત આવી જાય તે માટે યુનિવર્સીટીને પત્ર લખ્યો છે. અને દિકરીની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply