Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ ગાંધીનગરમાં યોજાયેલા ત્રીજા વૈશ્વિક બટાકા સંમેલનનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદઘાટન કરાવ્યુ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં યોજાયેલા ત્રીજા વૈશ્વિક બટાકા સંમેલનનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદઘાટન કરાવ્યુ. આ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને સંબોધિત કર્યા અને જણાવ્યું કે બટાકાના ઊત્પાદનમાં દેશભરમાં ગુજરાત નંબર વન છે. કોલ્ડ સ્ટોરેજનું બહુ મોટુ નેટવર્ક ગુજરાતમાં છે. પ્રધાનમંત્રીએ 2022 સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે તે વાત પર ભાર મુક્યો હતો. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતુ કે ખેડૂતોએ કૃષિ ક્ષેત્રે ઘણી મુશ્કેલીઓ સહન કરી છે તે છતાં પણ તેઓ સફળ રહ્યા છે. પ્રધાનમંત્રીએ ડિસ્ટ્રીબ્યુશનને અલગ અલગ સ્તર પર કેવી રીતે લઈ ગયા તેના વિશે વાત કરી હતી. આ ઊપરાંત ફુડ પ્રોસેસિંગનો વિકાસ કેવી રીતે થયો તે વિશે જણાવ્યુ હતું. સિંચાઈ અને ખેતીને લઈને ટેકનોલોજીના વપરાશ પર તેમણે ભાર મૂક્યો હતો. તેમજ ઓછા પાણીના વપરાશથી યોગ્ય ગુણવત્તાવાળા બિયારણના ઊત્પાદનની વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply