Skip to main content
Settings Settings for Dark

ભાવનગર એસટી ડેપોના કેશરૂમમાં તસ્કરો ત્રાટક્યા, તાળા તોડી ૮.૨૬ લાખની રોકડ ની ચોરી

Live TV

X
  • ભાવનગર એસટી ડેપો વિભાગના કેશરૂમમાં ગત રાત્રીએ તસ્કરોએ રૂ. ૮.૨૬ લાખની રોકડ રકમની ચોરીની ઘટનાને ૩ જેટલા તસ્કરોએ અંજામ આપ્યો હતો. આ સંપુણઁ ઘટના સીસીટીવી માં કેદ અમે પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

    ભાવનગર એસટી ડેપો હાલ નવનિર્માણ પામી રહ્યો છે. જેને લઇ તેનો કેશરૂમ એસટી વિભાગીય કચેરીના પાછળના ભાગે ફેરવવા આવ્યો છે ત્યાં રાત્રીના અપૂરતી ચોકીદારી નો લાભ ઉઠાવી તસ્કરોએ કેશરૂમના ચાર તાળાને કટર વડે કાપી કેશરૂમ માં રહેલી રોકડ રકમ રૂ. ૮.૨૬ લાખ ની ચોરી કરી નાસી છૂટ્યા હતા. જયારે આ બનાવ અંગે સવારે સ્ટાફના લોકોને જાણ થતા એસટી ડેપો મેનેજર અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવ ના પગલે એસટી ડેપો મેનેજર સહીત નો સ્ટાફ અને ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા. રાજ્યના એસટી ડેપોના કેશરૂમમાં ચોરીની આ સૌથી મોટી ઘટનાને લઇ પોલીસે આ ઘટનામાં એફ.એસ.એલ અને ડોગ સ્કવોર્ડ ની મદદ દ્વારા આ બનાવ નો ભેદ ઉકેલવા તેમજ સીસીટીવી ના આધારે તસ્કરો ની ઓળખ પ્રાપ્ત કરવા કાર્યવાહી હાથ ધરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply