ગુજરાત રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો
Live TV
-
બુધવારથી આગામી બે દિવસ ઠંડીમાં થશે આંશિક વધારો- હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ઠંડી વધવાની કરી આગાહી.
ગુજરાતમાં છેલ્લાં કેટલાક દિવસોથી ઠંડીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નલિયા અને ડીસાને બાદ કરતાં રાજ્યમાં અન્યત્ર 10 ડીગ્રીથી વધુ તાપમાન નોંધાયુ હતું. જો કે બુધવારથી બે દિવસ માટે ઠંડીમાં સાધારણ વધારો થઇ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે , ફેબ્રુઆરી મહિનાની શરુઆત રાજ્યભરમાં કારમી ઠંડી સાથે પસાર થશે. હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહન્તીએ જણાવ્યું , કે આગામી ૨૪ કલાક પછી રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધશે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેવાકે મહેસાણા, પાટણ, પાલનપુર, બનાસ કાંઠા, સાબરકાંઠા વગેરે માં ઠંડીનું પ્રમાણ વધશે. આવનારા ૪૮ કલાકમાં વરસાદ પડવાની કોઇ સંભાવના નથી.
