કોરોના સંક્રમણની સંભાવનાઓ નિવારવા સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય
Live TV
-
જેલોમાં રહેલા કેદીઓમાં, કોરોના સંક્રમણની સંભાવનાઓ નિવારવા સુપ્રીમ કોર્ટના, દિશા નિર્દેશ મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ, મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
જેલોમાં રહેલા કેદીઓમાં, કોરોના સંક્રમણની સંભાવનાઓ નિવારવા સુપ્રીમ કોર્ટના, દિશા નિર્દેશ મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ, મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર, રાજ્યની જેલોમાં રહેલા પાકા કામના કેદીઓને પેઇ-રોલ, અને કાચા કામના કેદીઓને વચગાળાના જામીન "ઇન્ટ-રીમ, બેઇલ" 2 માસ માટે અપાશે. કુલ 1હજાર,200 જેટલા કેદીઓને, આ લાભ અપાશે. આવા કેદીઓનું તેમને ઘરે મોકલતા પહેલા સંપૂર્ણ તબીબી પરીક્ષણ કર્યા બાદ,જો કોઈ કેદીને તાવ , શરદી જેવા લક્ષણો જણાશે, તો તેમને આઇસોલેટ કરવામાં આવશે. આવા કેદીઓને તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા જેલ સત્તાવાળાઓ દ્વારા કરાશે.
